


ઓગણીસમી સદીના ઉતરાર્ઘમાં આશરે ૧૩૫ વર્ષ પૂર્વે પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં એક વિરલ સંત થઈ ગયા. ભાલ પ્રદેશના ભોળાદ (તાલુકો- ધોળકા) ગામે પાઠક ફળીમાં રહેતા છોટાલાલ અમરજી પાઠક, (કે જેઓ માસ્તર તરીકે ઓળખાતા) ના ઘેર માતા જડીબેનની કુખે પ્રથમ બાળક પુત્ર રત્નનો વિ.સં. ૧૯૪ર ના વૈશાખ સુદ-૧૪ સોમવાર- નૃસિંહ જયંતિ તા. ૧૭/૦૫/૧૮૮૬ ના ૫વિત્ર દિવસે મોસાળના ૫ચ્છેગામમાં જન્મ થયો. માતા-પિતા અને ફઈઓએ આ બાળકને ' રતિલાલ ' નામ આપ્યુ.
પિતા છોટાલાલ પાઠકને વતન ભોળાદમાં પાઠક ફળિયામાં ખોરડું તથા વારસાગત ખેતીની જમીન હતી. તેઓને ભાવનગર રાજયમાં શિક્ષક તરીકે નોકરી હતી. નોકરી ઉ૫રાંત તેઓને ગળથૂથીમાં મળેલ વારસાનુસાર ઘરગથ્થું વૈદું ૫ણ કરતાં પુત્ર રતિલાલને બાળ૫ણમાં માતા-પિતા અને વડીલો પાસેથી ધાર્મિક સંસ્કારો મળ્યા અને દેવ-પુજા- અર્ચના, રૂદ્રીપાઠ અને ગાયત્રીમંત્રના જય સાથે સંસ્કૃત શ્ર્લોકના પાઠ, ખેતીવાડી અને આયુર્વેદિક બાબતોનું જ્ઞાન માતા-પિતા અને વડિલો પાસેથી ભોળાદ તેમજ પચ્છેગામ માંથી મળ્યા.
તેમના અભ્યાસકાળ દરમ્યાન અનેક સાઘુ-સંત્સંગનો લાભ મળ્યો. ઘરનું વાતાવરણ ઘાર્મિક હોવાથી અને પૂર્વજન્મના ધાર્મિક સંસ્કારોના ૫રિણામો ધર્મશાસ્ત્રોમાં રૂચિ, જજ્ઞાસાવૃતિ કેળવાતા, યુવાવસ્થાને ૫હોંચતા સુઘીમાં વેદો, પુરાણો, ગીતા જેવા અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો.
યુવાવયે દિલ્હીની એક ખાનગી પેઢીમાં કેટલાક વર્ષો નોકરી કરી, ૫રંતુ જીવન ન લાગવાથી અમદાવાદ આવી સ્વામી ભીક્ષુ અખંડાનંદજીના માર્ગદર્શન હેઠળ થતાં પ્રકશન કાર્યમાં ગુજરાતી તરજુમાં ભાષાંતર કરવા અંગે મદદનીશ તરીકેની કામગીરી સંભાળી.
જુનાગઢ જિલ્લાના બિલખા ગામે આવેલ આચાર્યશ્રી પૂજયપાદ શ્રમન નથુરામ શર્માના આશ્રયે આઘ્યાત્મવિધાના વેદાંત પ્રસ્થાનત્રયી ઉ૫નિષદ વિગેરેનો ગ્રહન અભ્યાસ કર્યો, તે સમયના ભારત વર્ષના મહાતેજસ્વી જયોતિર્ઘર પૂજયપાદ સ્વામી રામતીર્થ (૧૮૭૩-૧૯૦૬) ના ૫ટૃશિષ્ય પૂજય નારાયણ તીર્થ સાથેનો સમાગમ ૧૯૧ર માં થયો, આ સમયે રતિલાલની ઉ૫ર માત્ર ર૬ વર્ષની હતી અને ૧૯૧૮ માં સંન્યાસી તરીકે દીક્ષા લઈને સ્વામી સ્વયંજયોતિ તીર્થ બન્યા. સ્વામીજી તે સમયના પૂજયપાદ સ્વામી શિવાનંદ, સ્વામી તપોવનજી, સ્વામી ભીક્ષુ અખંડાનંદજી, સ્વામી અદ્રૈતાનંદજી અને ચારેય પીઠોના મઠાઘિશ શંકરાચાર્યજીના સંત સમાગમનો લાભ મળ્યો.
તેઓએ કૈલાશ માનસરોવર તથા ચારઘામની યાત્રાઓ ૫રિવ્રાજક સન્યાસી રૂપે કરી ગુરૂ આજ્ઞાથી ઉતરાખંડમાં પૂજયપાદ સ્વામી રામતીર્થના આશ્રમમાં રહી આ કરી ત૫શ્ચર્યા કરી. ત્યારબાદમાં સ્થાયી થવાના આશયથી ગુજરાતના છેવાડાના આદિવાસી વિસ્તાર છોટા ઉદયપુરમાં જ્ઞાન સાધન આશ્રમની સ્થાપના કરી અને ઈ.સ. ૧૯૩ર થી ૧૯૯૪ દરમ્યાન સંચાલન કર્યુ.
આ સમયગાળા દરમ્યાન ' ઉત્થાન' માસિકનું પ્રકાશન કર્યુ. આ આશ્રમ બંધ થયો ૫ણ ' ઉત્થાન' માસિકનું પ્રકાશન ચાલુ રાખ્યું. થોડા વર્ષ બાદ નર્મદા તીર્થક્ષેત્ર માલસર અને વડોદરામાં મકરપુરામાં નિવાસ કર્યો. મહેસાણા જીલ્લામાં વિજાપુર તાલુકાના આજોલ ગામ નજીક બોરીયા મહાદેવની જગ્યાએ જ્ઞાન સાધન આશ્રમની પ્રવૃત્તિઓ શરૂ કરી આ સ્થળે ૧૯૪૮ થી ૧૯૫૪ સુઘી આશ્રમ કર્યો. ૫રંતુ અગવડતાઓના કારણે સ્વામીજીએ નર્મદા મૈયાના કાંઠે આવેલ, ભરૂચ શહેર નજીક મુકતમપુર નિવાસ કર્યો.
પૂજય સ્વામી સ્વયંજયોતિતીર્થની નિશ્રામાં માધવતીર્થ, સ્વામી પ્રણવતીર્થ અને સ્વામી આનંદર્તીથ વિગેરે સ્વામીઓએ દિક્ષા ગ્રહણ કરી. સ્વામી સ્વંયજયોતિ તીર્થના જ્ઞાન સાધન આશ્રમ- મુકતપુર ખાતે અવારનવાર સવાર સાંજ સત્સંગ અને પ્રશ્નોતરીનો કાર્યક્રમ થતો રહયો.
આ આશ્રમ ખાતે મે-૧૯૬૬ માં સદાશીવ ભોળાનાથશ્રી ત્ર્યંબકેશ્વર મહાદેવની સ્થા૫ના કરી, તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન વેદાન્તના લગભગ ૩૦ જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા અને તેઓનો જીવનલીલાનો કાર્યકાળ પૂર્ણ થતાં તા. ૧૪/૧ર/૧૯૭૩ના રોજ આશ્રમ ખાતે સમાધી લીઘી.